અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

જોખમી સ્ટંટ: વાંકાનેરમાં નેશનલ હાઇવે ઉપર સૂતા સૂતા સાઇકલ ચલાવતા સગીરોનો વિડીયો વાઇરલ


SHARE

















જોખમી સ્ટંટ: વાંકાનેરમાં નેશનલ હાઇવે ઉપર સૂતા સૂતા સાઇકલ ચલાવતા સગીરોનો વિડીયો વાઇરલ

વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક બાદ હવે સાયકલ ઉપર સગીર બાળકો કરતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે ત્યારે જો જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેઓ ઉપરના ઉઠી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો મૂકીને લાઈક અને વ્યુહ મેળવવા માટે ઘણી વખત લોકો પોતાના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે આવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી છે દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર અગાઉ બાઈક ઉપર જોખમી રીતે સ્ટંટ કરતા હોય અને સુતા સુતા બાઈક ચલાવતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને જે તે સમયે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આરોપીઓને પકડીને કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ જોખમી સ્ટંટ કરતા સગીરો સહિતના અટક્યા નથી તેવુ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

તાજેતરમાં મોરબીના સોશિયલ મીડિયામાં સાયકલ ઉપર સગીર બાળકો સ્ટંટ કરતા હોય તે પ્રકારના વિડીયો વાયરલ થયેલ છે. અગાઉ જે રીતે બાઈક સુતા સુતા ચલાવતા હતા અને બાઈકના સ્ટંટ કરતા હતા તેવી જ રીતે હવે વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર અને વાંકાનેરના રસ્તા ઉપરથી સાયકલ લઈને પસાર થતા સગીર બાળકો સુતા સુતા સાયકલ ચલાવતા હોય અથવા તો સ્ટંટ કરતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે ત્યારે સગીર બાળકો દ્વારા જે રીતે સ્ટંટ કરવામાં આવે છે તે દરમિયાન કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે અને આવા સ્ટંટ કરતા સગીર બાળકોના વાલીઓએ પણ હવે જાગૃત થવાની જરૂર હોય તેવું દેખાઈ રહ્યું છે.






Latest News