મોરબીના NDPS ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને નવસારીથી પકડ્યો
મોરબીના નઝરબાગ ખાતે આરએસએય દ્વારા ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
SHARE










મોરબીના નઝરબાગ ખાતે આરએસએય દ્વારા ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ-મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ખાતે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે ત્યારે મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારીયા, જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, નગરસેવા પ્રમુખ હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, લલિતભાઈ પાન્ડેજી હાજર રહ્યા હતા આ 15 માં બાલ સંસ્કાર કેન્દ્રનું સંચાલન ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયા કરશે. અને વેકેશનમાં દર રવિવારે સાંજે 5 થી 7 અને શાળા ચાલુ હોય ત્યારે રવિવારે સવારે 9 થી 11 સુધી બાલ સંસ્કાર કેન્દ્રમાં બાળકોનેં શિસ્ત સાથે સંસ્કાર યુક્ત શિક્ષણ સાથે રમતો, યોગ, પ્રાર્થના, મંત્રો , મહાપુરુષોની કથાઓ દ્વારા વ્યક્તિત્વ વિકાસનું નિર્માણ કરવામાં આવશે.

