હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક આઇસર ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, પતિ-ત્રણ સંતાનોને ઇજા


SHARE















મોરબી નજીક આઇસર ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, પતિ-ત્રણ સંતાનોને ઇજા

મોરબીના ભરતનગર ગામ પાસે રીક્ષાને આઇસર ચાલકે ટક્કર મારી હતી જેથી રિક્ષા પલટી મારી ગઈ હતી જે બનાવમાં રીક્ષા ચાલક અને તેની પત્ની તેમજ ત્રણ સંતાનોને ઇજાઓ થઈ હતી જો કે, રીક્ષા ચાલકના પત્નીને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈને ફરિયાદ લઈને અજાણ્યા આઇસર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

મૂળ ચોટીલા તાલુકાના ઠીકરીયા ગામના રહેવાસી હરેશભાઇ હમીરભાઇ બેડવા (46)એ હાલમાં અજાણ્યા આઇસર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ મેગઝીન સિરામિક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા તેના ભાઈ જગદીશભાઈ હમીરભાઇ બેડવા (40), ભાભી શોભાબેન ઉર્ફે સેજલબેન જગદીશભાઈ બેડવા (38) તેઓના સંતાન વૈદિક જગદીશભાઈ બેડવા (7), રીતેન જગદીશભાઈ બેડવા (11) અને વિશ્વા જગદીશભાઈ બેડવા (5) રિક્ષામાં જતાં હતા ત્યારે અમરનગર ગામથી આગળ સંતક્રુપા હોટલ અને સર્વોદય હોટલ વચ્ચે રોડ પર અજાણ્યા આઇસર ચાલકે તેઓની રિક્ષાને હડફેટે લીધેલ હતી જે બનાવમાં ફરિયાદના ભાઈ, ભાભી અને ભત્રીજાઓને ઇજાઓ થયેલ હતી જેમાં ફરિયાદીના ભાભી સેજલબેન જગદીશભાઈ બેડવાને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે હાલમાં ઇજાગ્રસ્તના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા આઇસર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ અંગેની આગળની તપાસ ફિરોઝભાઈ સુમારા ચલાવી રહ્યા છે.




Latest News