અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

કન્યા વિદાય પહેલા પરિવારની પ્રેરણાદાય પહેલ: મોરબીના રાપર ગામે દીકરીના લગ્નમાં માતા-પિતા સહિત 11 લોકોએ કર્યો અંગદાનનો સંકલ્પ


SHARE

















કન્યા વિદાય પહેલા પરિવારની પ્રેરણાદાય પહેલ: મોરબીના રાપર ગામે દીકરીના લગ્નમાં માતા-પિતા સહિત 11 લોકોએ કર્યો અંગદાનનો સંકલ્પ

વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગ દીકરા-દીકરીઓ માટે યાદગાર બની રહે તેવું દરેક પરિવાર ઈચ્છતુ  હોય છે પરંતુ મોરબીના નાના એવા રાપર ગામે રહેતા દસાડિયા પરિવાર દ્વારા ન માત્ર પોતાની દીકરી પરંતુ સમાજ અને ગામ માટે યાદગાર પ્રસંગ બની રહે તેવું પ્રેરણાદાયી કર્યા કરવામાં આવ્યું છે અને દીકરીના લગ્ન મંડપમાં છે તેના દાદા દાદી, માતા-પિતા સહિત કુલ 11 વ્યક્તિઓએ અંગદાનનો સંકલ્પ કર્યો છે

મોરબીના રાપર ગામે રહેતા રાજેશભાઈ મનજીભાઈ દસાડિયા અને તેના પત્ની સંગીતાબેન રાજેશભાઈ દસાડિયાની દીકરી આરતીના લગ્નનો આજે પ્રસંગ હતો ત્યારે પરિવારના લોકો, ગામના લોકો, સમાજના લોકો અને જાનૈયાઓની સહિતના લોકો હાજર હતા ત્યારે દીકરીને રાજેશભાઈ અને તેના પત્ની દ્વારા સોના ચાંદીના દાગીના સહિત અનેક એક ભેદ સોગાદો આપવામાં આવી હતી તેની સાથોસાથ એકની એક દીકરીના લગ્ન પ્રસંગે રાજેશભાઈ દસાડીયા તેમના પત્ની તથા માતા-પિતા, ભાઈ-ભાભી, બહેન-બનેવી સહિત કુલ મળીને 11 વ્યક્તિઓ દ્વારા અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને મૃત્યુ પછી તેમના શરીરના અંગો અન્ય લોકોને જીવનદાન રૂપી સાબિત થાય તે માટે થઈને આ અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે

દીકરીના પિતા રાજેશભાઈ દ્વારા પોતાના દીકરીના લગ્ન પ્રસંગે કંઈક સમાજને પ્રેરણ મળે તેવું કાર્ય કરવાનું ઈચ્છા મોરબીના નાનીવાવડી ગામે આવેલ માનવસેવા ગ્રુપના વિપુલભાઈ પડસુંબીયા અને તેની ટિમ સમક્ષ વ્યક્ત કરી હતી અને ત્યારે તેઓએ દીકરીના લગ્ન પ્રસંગે અંગદાનનો સંકલ્પ કરવામાં આવે તેના માટે પ્રેરણા આપી હતી અને જો અંગદાનનો સંકલ્પ લેવામાં આવે તો તેનાથી અન્ય લોકોને શુ ફાયદો થશે તેના વિશેની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું જેથી દસાડિયા પરિવાર દ્વારા એક દિવસ સહુ કોઈનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે મૃત્યુ પછી પણ અન્ય લોકોને જીવનદાન મળે તે માટે થઈને અંગદાનનો સંકલ્પ કરવા માટેનો નિર્ણય કર્યો હતો અને રાજેશભાઈ દસાડિયાએ પોતાની એકની એક દીકરીના લગ્ન પ્રસંગે કન્યા વિદાયની સાથે જ તેના પરિવાર સાથે અંગદાનનો સંકલ્પ કર્યો છે જેને સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા પણ બિરદાવેલ છે.

છેલ્લા વર્ષોમાં લોકોમાં જાગૃતિ આવી હોવાના કારણે નેત્રદાન, અંગદાન વિગેરેના સંકલ્પો સામાજીક કાર્યક્રમો દરમિયાન કરવામાં આવતા હોય તેવું જોવા મળ્યું છે પરંતુ કદાચ લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય થાય તેની સાથોસાથ માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, ફૈબા-ફુવા સહિત કુલ મળીને એક જ પરિવારના 12 વ્યક્તિઓ દ્વારા અંગદાનનો સંકલ્પ કરવામાં આવે તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે. જે આગામી સમયમાં અન્ય લોકો માટે પણ પ્રેરણા રૂપ બનશે.

અંગદાનના સંકલ્પ દાતા

(1) દસાડીયા મનજીભાઈ રામજીભાઈ (દાદા)

(2) દસાડીયા દૂધીબેન મનજીભાઈ (દાદી)

(3) દસાડીયા રાજેશભાઈ મનજીભાઈ (પાપા)

(4) દસાડીયા સંગીતાબેન રાજેશભાઈ (મમ્મી)

(5) દસાડીયા મિતાબેન જયેશભાઈ (કાકી)

(6) દસાડીયા જાગૃતિબેન અશ્વિનભાઈ (કાકી)

(7) દસાડીયા નરેન્દ્રભાઈ મનજીભાઈ (કાકા)

(8) વાછાણી રમાબેન વાલજીભાઈ (ફઈ)

(9) વાછાણી વાલજીભાઈ છગનભાઇ (ફુવા)

(10)વાછાણી છગનભાઇ વેલજીભાઇ  (દાદા)

(11) પૂર્વ જિલ્લા ભા.જ.પ.પ્રમુખના ધર્મપત્ની માણેકબેન રાઘવજીભાઈ ગડારા






Latest News