અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન મહિનાનો અનાજનો જથ્થો ચાલુ મહિનામાં જ આપી દેવામાં આવશે


SHARE

















મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન મહિનાનો અનાજનો જથ્થો ચાલુ મહિનામાં જ આપી દેવામાં આવશે

જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ઘરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે-૨૦૨૫ માસમાં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેથી મોરબી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે-૨૫ માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉપરાંત જે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોનું ૦ થી ૫ વર્ષના બાળકો કે જેમનું e-KYC પૂર્ણ થયેલ નથી તેઓને પણ અનાજનો જથ્થો મળી રહેશે. ઉપરાંત ૧૮ વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું e-KYC થયેલ નથી તે રેશનકાર્ડ ધારકોને e-KYC કરાવતા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા દ્વારા એપ્રૂવ આપ્યાના ૨૪ કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે તેવું મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News