મોરબીના મકનસર ગામ નજીક ઢાબામાંથી 6 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો, માલ આપનારની શોધખોળ
મોરબીના જીઆઇડીસી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અને ભોગ બનેલ સગીરા અજમેરથી મળ્યા
SHARE









મોરબીના જીઆઇડીસી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અને ભોગ બનેલ સગીરા અજમેરથી મળ્યા
મોરબીના શનાળા રોડ જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં સાથે કામ કરતી ટંકારાની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેમાં રાજસ્થાનના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ તથા સ્ટાફ ચલાવી રહ્યો હતો. દરમિયાન પોલીસને મળેલ બાતમી અને ટેકનિકલ માધ્યમોથી મળેલી વિગતો આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.સોંદરવા તથા સ્ટાફ રાજસ્થાનના અજમેર ખાતે તપાસ માટે પહોંચ્યો હતો અને ત્યાંથી ભોગ બનેલ ટંકારાના ગ્રામ્ય વિસ્તારની સગીરા આરોપી સુનિલ સુરેશભાઇ ચૌહાણ (૧૯) રહે.પાડુકલા રીયાબત જી.નાગોર રાજસ્થાન હાલ રહે.અમરેલી લાઠી રોડ બીપીનભાઈ ગજેરાના મકાનમાં ભોગ બનેલ સગીરા સાથે મળી આવતા તેની અપહરણ, પોકસો સહિતની કલમો હેઠળ પીઆઇ આર.એસ.પટેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબી સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રહેતા નરેશભાઈ નવઘણભાઈ કુંવરિયા નામના ૩૦ વર્ષના યુવાનને તેના પત્ની દ્વારા મૂઢ માર મારવામાં આવેલ હોય સિવિલને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી ત્રાજપર ચોકડી પાસેથી પસાર થતા નવઘણ માત્રાભાઇ ભરવાડ રહે.ત્રાજપર નામના ૫૪ વર્ષના આધેડને અજાણ્યા ઈસમ દ્વારા લાકડી વડે માર મારવામાં આવતા તેઓને સિવિલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ઘુંટુ ગામે મેલડી હોટલ પાસે રહેતા દિનેશભાઈ બચુભાઈ મકવાણા નામના ૪૫ વર્ષે યુવાનને આશિષભાઈ નામની વ્યક્તિ સાથે મારામારીના બનાવમાં ઇજાઓ તથા ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માત
મોરબીના ઘુંટું ગામે રહેતા શામજીભાઈ બટુકભાઈ દંતેશરીયા નામના ૩૩ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે મોટરસાયકલ લઈને ઘુંટુ ગામેથી કામ સબબ જતા હતા ત્યાં હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે આવેલ બાપાસીતારામ હોટલ પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં હાથની કોણીના ભાગે ઇજા થતા તેને સારવારમાં લઈ જવાયો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે થયેલ મારામારીના બનાવમાં કંકુબેન વાલાભાઈ જખાણીયા (૬૦) અને કેતન જખાણીયા (૧૦) રહે.બંને ધ્રોલ જામનગરને ઇજા થતા અત્રે સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે મોરબીના જાંબુડીયા ગામે આવેલા આરટીઓ કચેરી સામે રોડ અકસ્માત બન્યો હતો.જેમાં ગંભીર ઇજા થતા કિશનભાઇ દિલીપભાઈ ઠાકોર રહે.કુબેર ટોકીઝ પાસે સામાકાંઠે મોરબી-૨ નામના ૨૯ વર્ષીય યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.
અકસ્માતે ઇજા
મોરબીના કેનાલ રોડ શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતો હાર્દિક હિતેશભાઈ છત્રોલા નામનો ૧૫ વર્ષનો સગીર બાઈકમાં બેસીને સજનપરથી જડેશ્વરના રસ્તે આવેલ એકસલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી જતો હતો ત્યાં બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામતા અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે હળવદના સાપકડા ગામના હર્ષવર્ધનસિંહ નીતિનસિંહ ડોડીયા નામનો ૧૮ વર્ષનો યુવાન સાપકડાથી ભલગામડા જતો હતો ત્યારે રસ્તામાં કેનાલ પાસે તેનું બાઈક સ્લીપ થવાના બનાવમાં તેને ઈજાઓ થતા તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
