મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ


SHARE









વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ

વાંકાનેર પાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો સાંભળ્યા વિના સાધારણ સભાની વિડીયોગ્રાફી ન કરીને માત્ર બે મિનીટમાં સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી જેથી વિરોધપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને હાલમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશ્નર કચેરીમાંથી નોટિસ આપવામાં આવેલ છે અને જવાબ સાથે તા 20 ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

વાંકાનેર પાલિકાના વિરોધ પક્ષના નેતા મહમદ રાઠોડ તેમજ સભ્યો જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, અશરફ ચૌહાણ, ફૂલસુમબેન તરીયા અને જલ્પાબેન સુરેલા દ્વારા નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મ્યુનીસીપાલીટીઝ એક્ટની કલમ 258 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે રજૂઆતમાં જણાવ્યુ હતું કે, ગત તા. 24 માર્ચના રોજ એજન્ડા જાહેર કરીને નિયમ મુજબ સાત દિવસ થતાં ન હતા તો પણ 29 માર્ચના રોજ સામાન્ય સભા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તા. 1 એપ્રિલના રોજ નવો એજન્ડા જાહેર કરીને 8 એપ્રિલે સામાન્ય સભા બોલાવી હતી તેનું વિડીયો રેકોર્ડીંગ કર્યું ન હતું અને સામાન્ય સભા બે મિનીટમાં પૂરી કરી દેવામાં આવેલ હતી. અને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા એજન્ડા 1 થી 19 નું વાંચન કર્યા વગર મુદા મંજુર એવું બોલી મીટીંગ પૂરી કરી દેવામાં આવી હતી. જેથી વિપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને પ્રાદેશિક કમિશ્નર દ્વારા વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને નોટીસ આપવામાં આવી છે અને તા 20 ના રોજ 12 કલાકે પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટ ઝોન ખાતે લેખિત/ મૌખિક જવાબ અને જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. અને જો તેઓ ગેરહાજર રહેશો તો તેમની કોઈ રજૂઆત નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.




Latest News