વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ
હળવદ જીઆઇડીસી પાછળ જુગાર રમતા ચાર શખ્સ પકડાયા: ખાખરેચીમાં વરલીના આંકડા લેતા એક પકડાયો
SHARE










હળવદ જીઆઇડીસી પાછળ જુગાર રમતા ચાર શખ્સ પકડાયા: ખાખરેચીમાં વરલીના આંકડા લેતા એક પકડાયો
હળવદ જીઆઇડીસી વિસ્તારની પાછળ ખુલ્લામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 2,400 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ જીઆઇડીસી પાછળના ભાગમાં ખુલ્લા પટમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાહુલભાઈ કેશુભાઈ દેથરીયા (23), જીગ્નેશભાઈ કેશુભાઈ ગોઢાણીયા (31), ઈકબાલભાઈ ગુલામભાઈ કટિયા (36) અને રાણાભાઇ વીરાભાઇ સોલંકી (45) રહે. બધા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 2,400 રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે સ્વામિનગર સોસાયટીના રસ્તે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા તેજસભાઈ ઉર્ફે પીન્ટુ નરસીભાઈ લાંઘણોજા (37) રહે. ખાખરેચી સ્વામીનગર સોસાયટી માળિયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 2400 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

