મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી થયેલ કેબલ વાયરની ચોરીના બે આરોપીની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ


SHARE

















મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી થયેલ કેબલ વાયરની ચોરીના બે આરોપીની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બનતા બ્રિજના કામ પાસેથી 200 મીટર કેબલ વાયર અને અન્ય વસ્તુની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 16,000 ના મુદામાલની ચોરીની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને ચોરીમાં ગયેલ મુદામાલ કબજે કરેલ છે.

અમદાવાદ ખાતે રહેતા અરવિંદસિંગ કરણસિંગ લોધી (37)એ અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બનતા બ્રિજ નીચે ફરિયાદીની સરકારી કચેરીના એલ એન્ડ ટી કંપની દ્વારા નાખેલ એનએફએસઓએફસી કેબલમાંથી 200 મીટર કેબલ વાયર જેની કિંમત 14,000 રૂપિયા તથા તેની સાથે લાગેલ જોઈન્ટ ક્લોઝર જેની કિંમત 2,000 આમ કુલ મળીને 16,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં બી ડિવિઝન પોલીસની ટીમને મળેલ બાતમી આધારે પોલીસે નટરાજ ફાટક નજીક વોચ રાખી હતી તેવામાં બી ડિવિઝન પોલીસની ટીમે ચોરીના ગુનામાં આરોપી દિનેશ નંદુભાઇ માવી (20) રહે. હાલ ભુમી ટાવર સામે ઝુપડામાં વાવડી ગામ તથા રજાકભાઇ લતીફભાઈ કચ્છી (62) રહે. કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરેલ છે.




Latest News