મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારામાં પત્નીને માવતરેથી પાંચ લાખ રૂપિયા લાવવાનું કહીને મારવા માટે મજબૂર કરનાર પતિ, સાસુ અને સસરાની ધરપકડ


SHARE









ટંકારામાં પત્નીને માવતરેથી પાંચ લાખ રૂપિયા લાવવાનું કહીને મારવા માટે મજબૂર કરનાર પતિ, સાસુ અને સસરાની ધરપકડ

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી પરણીતા પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતાએ તેના જમાઈ અને વેવાઈ-વેવાણની સામે દીકરીને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

લીંબડી તાલુકાના ઉંટડી ગામના રહેવાસી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર (62)એ તેના જમાઈ શુભમ હીરાલાલ પનારા, વેવાઈ હીરાલાલ કરસનભાઈ પનારા અને વેવાણ રીનલબેન હીરાલાલ પનારા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીની દીકરી કિંજલ સાથે લગ્ન બાદ તેના જમાઈ શુભમ પનારાને વિદેશમાં ભણવા જવા માટે રૂપિયા પાંચ લાખની જરૂર હતી અને તે રૂપિયા ફરિયાદીની દીકરી પાસે તેણે માંગ્યા હતા જો કે, ફરિયાદીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓને રૂપિયા ન આપતા ફરિયાદીના જમાઈ શુભમ તથા તેના માતા-પિતાને તે સારું લાગ્યું ન હતું અને ત્યારબાદ તેની દીકરી કિંજલને કરિયાવર બાબતે તેમજ રૂપિયા બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને માનસિક દુઃખ આપતા હતા જે તેનાથી સહન ન થતાં ફરિયાદીની દીકરીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. છાસિયા અને તેની ટીમે આરોપી શુભમ હીરાલાલ પનારા (26), હીરાલાલ કરસનભાઈ પનારા (51) અને રીનલબેન હીરાલાલ પનારા (43) રહે. બધા જ લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેણે કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે.




Latest News