વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વીર જવાનોના શૌર્યને વધાવવા તિરંગા યાત્રા યોજાઇ
મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE









મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જીલ્લો બની ગયેલ છે પરંતુ આજની તારીખે અહીથી લાંબા અંતરની ટ્રેન મળતી નથી જેથી અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવે છે તો પણ મુસાફર ટ્રેનની સુવિધામાં વધારો કરવામાં આવતો નથી જેથી અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.
અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો ધણા સમયથી બની ગયેલ અને છેલ્લે મહાનગરપાલીકા પણ આપવામાં આવી છે જો કે, પ્રજાની સુવિધામા કોઈ વધારો થયેલ નથી જેમ કે રેલ્વે સુવિધા મોરબીથી કોઈને અમદાવાદ-મુંબઈ જવા માટે સીધી ટ્રેન નથી ફકત વીકલી ટ્રેન ચાલે છે આજની તારીખે મોરબીમાં બીજા રાજ્યના ઘણા લોકો રોજગારી માટે આવે છે ત્યારે તેઓને ટ્રેનની સુવિધા મળે તે માટે પેસેંજર ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, અસંખ્ય વેપારીઓ અન્ય રાજયમાં અહીથી કોલસો, મીઠું અને ટાઇલ્સ ટ્રેન મારફતે લઈ જાય છે જેથી કરીને રેલવેને વર્ષે કરોડો રૂપિયાની મોરબીમાંથી આવક થાય છે પરંતુ મુસાફર માટે કોઈ સુવિધા નથી.
