મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE









મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના પીપળી ગામ નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ સીઓન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ જગન્નાથભાઈ યાદવ (20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ એ.એમ. ગરીયા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના ભરતનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અંજારના રહેવાસી ભીમસિંગ ગાજીસિંગ (27) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.
