માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા બે વૃદ્ધ સાથે પેકેજ ટુર એર ટિકિટ બુકિંગના નામે 7.71 લાખની છેતરપીંડીના ગુનામાં એકની ધરપકડ


SHARE











મોરબીમાં રહેતા બે વૃદ્ધ સાથે પેકેજ ટુર એર ટિકિટ બુકિંગના નામે 7.71 લાખની છેતરપીંડીના ગુનામાં એકની ધરપકડ

મોરબીમાં રહેતા વૃદ્ધ સહિત બે વ્યક્તિને લગ્ન પ્રસંગમાં અમેરિકા જવું હતું જેથી અમદાવાદની વૈશાલી ટુરીઝમ પ્રા. લિ. માં તેઓએ પેકેજ ટુર એર ટિકિટ બુક કરાવી હતી જેના માટે વૃદ્ધ સહિત બે વ્યક્તિએ 7,71,213 રૂપિયા આપ્યા હતા જોકે ફરિયાદી કે સાહેદની ટિકિટ બુક ન કરાવીને તે બંને સાથે છેતરપિંડી કરવામાં આવેલ હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર રોડે આવેલ પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઈ બાલુભાઈ ઉઘરેજા (70) નામના વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે અને ભાવિકાબેન મહર્ષિભાઈ દવે રહે. બંને એ-402 સુકુન રેસીડેન્સી જેકે પાર્ક બસ સ્ટોપ સામે ચંદ્રોલા ગોતા રોડ અમદાવાદ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને તથા સાહેદ વસંતભાઈ અંબાલાલ પટેલને અમેરિકા ખાતે લગ્ન પ્રસંગમાં જવું હતું જેથી આરોપીઓની વૈશાલી ટુરીઝમ પ્રા.લિ. નામની પેઢી મારફતે વૃદ્ધને વિશ્વાસમાં લેવામાં આવેલ હતા અને કપટભરી રીતે એર ટીકીટ ઇલેકટ્રોનીક માધ્યમથી બનાવી પેકજ ટુર અને એર ટીકીઝ બુક મળી રૂપીયા 7,71,213 બુકીંગના નામે મેળવી લીધા હતા અને ટીકીટ બુક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ નહી કરી ફરિયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી વૃદ્ધ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપી  મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે (43) રહે. સી-6, 303 શ્રીફળ એપાર્ટમેંટ ગોતા રોડ અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.






Latest News