મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળીને આપઘાત કર્યો


SHARE









હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળીને આપઘાત કર્યો

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયું જીવન જીવતો હતો જેનાથી કંટાળી ગયેલ યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તે યુવાને પોતાના ઘરમાં છતમાં લગાવેલ હુકમાં દુપટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના ચરાડવા ગામે લુહાર ચોક સ્વામિનારાયણ મંદિરની પાસે રહેતા લાલજીભાઈ શંકરભાઈ લકુમ (30) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર મકાનમાં લગાવેલ લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મનસુખભાઈ ઠાકરશીભાઈ લકુમ (43)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન ધૂની મગજનો હતો અને લગ્ન ન થતા હોય એકલવાયું જીવન જીવતો હતો અને કંટાળી ગયેલ હોય મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી મેઇન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા પ્રવીણભાઈ ઝવેરભાઈ મહેતા (67) રહે ગ્રીનચોક દફતરી શેરી મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 510 રૂપિયાની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.




Latest News