મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
મોરબીમાં લગ્નની વર્ષગાંઠ અને દીકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
SHARE







મોરબીમાં લગ્નની વર્ષગાંઠ અને દીકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીના જીવનમાં આજે બેવડી ખુશી હતી. તેમના લગ્નની વર્ષગાંઠ સાથે તેની દીકરી મનસ્વીનો જન્મદિવસ હતો જેથી દીકરીના જન્મદિવસ તેમજ પોતાની લગ્નની વર્ષગાંઠ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની વર્ષોથી પરંપરા અનુસાર "આપવાનો આનંદ " કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી હતી તેમજ ભરપેટ ભોજન કરાવ્યુ હતું.
