મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સ ના માર્કેટીંગનું કામ કરતાં યુવાનનું રહસ્યમય સંજોગોમાં રાજકોટ ખાતે મોત


SHARE









મોરબીમાં ટાઇલ્સ ના માર્કેટીંગનું કામ કરતાં યુવાનનું રહસ્યમય સંજોગોમાં રાજકોટ ખાતે મોત

મોરબીના હરીપર કેરાળા ગામના દિવ્યેશ પટેલનું રહસ્યમય સંજોગોમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું. દિવ્યેશ દીપકભાઈ ચારોલા (25) માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે ઈજાગ્રસ્ત મળ્યો હતો. જોકે તેના ખિસ્સામાંથી ઝેરી દવાની પડીકી પણ મળી હતી. તેણે ઝેરી દવા પીધાનું પણ પ્રાથમિક અનુમાન છે. ત્યારે મોતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આ અંગે મળતી વિગત અનુસાર, હરિપર કેરાળા ગામનો મૂળ વતની દિવ્યેશકુમાર દિપકભાઈ ચારોલા હાલ રાજકોટના કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે રૂમ રાખીને અન્ય યુવાનો સાથે રહેતો હતો. ગઈકાલે 6.45 વાગ્યાં આસપાસ એડીબી હોટેલ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હોય કોઈ રાહદારીએ 108ને જાણ કરી હતી.  દિવ્યેશને તાકિદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં સારવાર દરમ્યાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. યુવાનની ઓળખ મેળવવા તેના ખીસ્સા તપાસતા એક ઝેરી દવાની પડીકી મળી આવી હતી. શરીરે ઈજાના નીશાન જોવા મળ્યા હતા. પોલીસે રહસ્યમય મોત મામલે પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. મૃતકના પરિવારજનો અને સગા સંબંધી પણ રાજકોટ દોડી આવ્યા હતા. પરિવારજનો એ જણાવી કે દિવ્ય સિરામિક ટાઇલ્સ ના માર્કેટીંગ નું કામ કરતો હતો. બે ભાઈમાં નાનો અને અપરીણીત હતો. પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ ઝેરી દવા પીવાથી મોત થયાનું જણાઈ રહ્યું છે પોલીસે આ અંગે મૃત્યુનોંધમાં પણ ઉલ્લેખ કર્યો છે. જોકે મૃત્યુનું સાચું કારણ જાણવા પોલીસે મૃતદેહનું પીએમ કરાવેલ છે તેમજ વધુ તપાસ હાથ ધરેલ છે. આ શાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ભારે શોક છવાયો છે.




Latest News