માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને રાજકોટ જીલ્લાના ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો નહીં કેમ કે, સરકારે કરેલ પરિપત્રની નકલ બેન્ક કે મંડળીઓમાં મળેલ નથી જેથી ખેડૂતોને તેનો લાભ મળતો નથી માટે વહેલી તકે પરિપત્રની નકલ તમામ બેન્ક અને મંડળીમાં આપવામાં આવે તેના માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ખેડુતોને કે.સી.સી, ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. જેનો બજેટમાં પણ સમાવેશ કરવામાં આવેલ હતો. અને ખેડુતોને તેનો લાભ મળે તે માટે પરિપત્રો કરવામાં આવ્યા છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/ રાજકોટ જીલ્લાની સરકારી-અર્ધસરકારી બેંકો, મંડળીઓને મળેલ ન હોય જેના કારણે મોરબી જીલ્લાના ખેડુતોને આ યોજનાનો લાભ મળતો નથી.

સમગ્ર ભારતના ખેડુતોને પગભર બનાવવા સરકારની આર્થિક વિકાસને વેગવંતો કરવાની યોજનાઓનો કોઈ પણ પ્રકારનો લાભ મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને મળતો ન હોય, મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને ક્યાંકને ક્યાંક અન્યાય થતો હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. જેથી સરકાર દ્વારા ભારતમાં ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ મળી રહે તે માટે મોરબી/ રાજકોટ જીલ્લાની દરેક સરકારી-અર્ધસરકારી બેંક, મંડળીઓને સરકારના પરિપત્રો પુરા પાડવા તથા જે ખેડુતોએ પુરવણી ધીરાણ લીધેલ ન હોય તેવા ખેડુતોને પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજ લેખે ધીરાણ મળી શકે તેમ માટે ઘટીત કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.




Latest News