મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના કડીયાણા ગામેથી માતા પિતા લોકિકે ગયેલ હોય બે બાળકો તેના દાદા સાથે ખેતરે ગયા હતા અને ત્યાં ખેતરની બાજુમાં આવેલ વોકળામાં બંને બાળક ન્હાવા માટે ગયા હતા ત્યારે તે બંને બાળકના પાણીમાં ડૂબી ગયા હતા જેથી ઘટના સ્થળે જ તે બંનેના મોત નીપજયાં હતા ત્યાર બાદ પાણીમાંથી તેને મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદ તાલુકાનાં કડિયાણા ગામે રહેતા મુન્નાભાઈ રાતડીયાનો 13 વર્ષનો દીકરો આદિત્ય અને મુકેશભાઈ રતાડીયાનો 9 વર્ષનો દીકરો પ્રિન્સ ગામની નજીક ખેતરની બાજુમાં આવેલ વોકળામાં ન્હાવા માટે આજે સવારે ગયા હતા ત્યારે કોઈ કારણોસર તે બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હતા અને ગામના લોકોને બંને બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ તે બાળકોના બોડીને પીએમ માટે હળવદની સરકરી હોસ્પિટલે લઈને આવ્યા હતા.

વધુમાં હળવદ તાલુકાનાં પીઆઇ આર.ટી. વ્યાસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બંને બાળકોના માતા પિતા લોકિકે ગયા હતા જેથી તે બંને બાળક તેના દાદાની સાથે ખેતરે ગયા હતા અને દરમ્યાન બંને બાળકો વોકળામાં ન્હાવા જતા ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે બંને બાળકોના મોત થયેલ છે. હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને નાના એવા ગામમાં એક જ પરિવારના બે માસૂમ બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ હોવાથી રાતડીયા પરિવાર અને કડિયાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






Latest News