મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીની સાત હનુમાન સોસાયટીના મકાનમાથી ૩૧૦ ગ્રામ અફીણ સાથે બે શખ્સ પકડાયા


SHARE













મોરબીની સાત હનુમાન સોસાયટીના મકાનમાથી ૩૧૦ ગ્રામ અફીણ સાથે બે શખ્સ પકડાયા

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રહેતા શખ્સ દ્વારા અફીણનું વેચાણ કરવામાં આવતું હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાં અફીણ રાખીને માલ વેચનાર તેમજ મ અલ લેવા માટે આવેલ શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૧૦ ગ્રામ અફીણ સાથે બંનેની ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લામાં એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે એસપી દ્વારા સુચના આપવામાં આવી હતી જેથી કરીને મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ તથા સ્ટાફ દ્વારા મોરબી જિલ્લામાં ગેરકાયદેસર કેફી પદાર્થનુ વેચાણ કરતા ઇસમો શોધી કાઢવા કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં એસ.ઓ.જી.ના મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ પરમારને મળેલ હકીકત આધારે લાખુભા મહોબતસિંહ ઝાલાના ઘરમાં અફીણનો જથ્થો છે જેથી કરીને લાખુભા મહોબતસિંહ ઝાલા જાતે ક્ષત્રિય (ઉ.૬૦) રહે. લીલાપર રોડસાત હનુમાન સોસાયટી બ્લોક નં.૮૪ વાળાના ઘરે રેડ કરી હતી ત્યારે ઘરમાથી મકાન માલિક તેમજ અફીણ લેવા માટે આવેલ ભૈરોબક્સ રાજકુમાર ગરવાલ જાતે રજપુત (ઉ.૬૭) રહે.૬૧-કચકડીહા ગામ પોસ્ટ ભારતગંજ થાનામાં માણ્ડા (ઉત્તરપ્રદેશ) હાલ રહે. મોરબી કાલીકા પ્લોટ ગુરુદ્વાર રામસીંગ સરદારજીના મકાનમાં વાળાઓ મળી આવ્યા હતા જુથી પોલીસે તેની પાસેથી ૩૧૦ ગ્રામ અફીણ જેની કિંમત ૩૧,૦૦૦ તથા બન્ને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૦,૧૬૦ અને બે મોબાઇલ આમ કુલ મળીને ૪૬,૬૬૦ ના મુદામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી હતી અને એન.ડી.પી.એસ. એકટ ૮ (સી)૧૮(સી)૨૯ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરી આગળની તપાસ માળીયાના પીએસઆઈ ચુડાસમાને સોપવામાં આવી છે આ કામગીરીમાં એસ.ઓ.જી. પીઆઇ જે.એમ.આલ, રણજીતભાઇ બાવડા, રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, માહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, સતિષભાઇ ગરચર, પ્રિયંકાબેન પૈજા, સંદિપભાઇ માવલા અને એ ડીવીઝ્નના ચકુભાઇ દેવશીભાઇ કરોતરા દ્વારા કરવામાં આવી હતી






Latest News