હળવદના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટનામાં ચાર સામે નોંધાયો ગુનો: આરોપીઓ હાથવેંતમાં
SHARE
હળવદના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટનામાં ચાર સામે નોંધાયો ગુનો: આરોપીઓ હાથવેંતમાં
હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આચારસહિત અમલમાં છે ત્યારે હળવદ તાલુકાના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગમાં બંદૂકમાંથી જાહેરમાં ફાયરીંગ કરવામાં આવતું હોય તેવા વિડીયો સોશિઅલ મીડિયામાં વાઇરલ થાય હતા જેથી કરીને તાત્કાલિક પોલીસ હરકતમાં આવી હતી અને લગ્ન પ્રસંગમાં બારબોર બંદૂકમાંથી ફાયરીંગ કરનાર શખ્સની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ચાર શખ્સોની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપીઓ હાથવેંતમાં હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે
બનાવની હળવદ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાયધ્રા ગામે લગ્ન પ્રસંગ હતો ત્યારે વરઘોડામાં અને રસ ગરબા સમયે જાહેરમાં બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોય તેવા વિડીયો સોશિઅલ મીડિયામાં વાઇરલ થયા હતા જેથી એસપી સુબોધ ઓડેદરાએ વાઇરલ વિડીયોની તપાસ કરવા માટે અધિકારીને સૂચન આપી હતી અને તપાસમાં લગ્ન પ્રસંગમાં ફાયરીંગનો વિડીયો હળવદ તાલુકાના રાયધ્રા ગામનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ત્યાં તપાસ કરતાં ખેગાંરભાઈ ગાડુભાઈ કુકવાવાના દિકરાની દિકરીઓના લગ્ન હતા તેના વરઘોડામાં અને રસા ગરબામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી હળવદ પોલીસે ગણતરીના સમયમા ફાયરીંગ કરનાર ઈસમોને પકડીને તેની પુછપરછ કરી ફાયરીંગ કરનાર શખ્સો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે હાલમાં ખેંગારભાઈ ગાડુભાઈ કોળી, દેહરભાઈ ખેંગારભાઈ કોળી, કેહરભાઈ ખેગારભાઈ કોળી અને દિલિપભાઈ ઉર્ફે દિલાભાઇ માલાભાઈ કોળી રહે, બધા રાયધ્રા વાળાની સામે ગુનો નોંધાયો છે અને ખેંગારભાઈ ગાડુભાઈ કોળી દ્વારા તેનું પરવાના વાળું હથિયાર ફાયરિંગ કરવા માટે આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તમામ આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે