મોરબીની સાત હનુમાન સોસાયટીના મકાનમાથી ૩૧૦ ગ્રામ અફીણ સાથે બે શખ્સ પકડાયા
દિલ્હી-પુણેમાં ૧૦૦ કિલો ડ્રગ્સ વેંચી દેવાયું !: કેટલો જથ્થો આવ્યો તે સવાલ: સર્જેરાવ-જાબિયરના ૧૨ દિવસના રિમાન્ડ
SHARE
દિલ્હી-પુણેમાં ૧૦૦ કિલો ડ્રગ્સ વેંચી દેવાયું !: કેટલો જથ્થો આવ્યો તે સવાલ: સર્જેરાવ-જાબિયરના ૧૨ દિવસના રિમાન્ડ
મોરબીના ઝીંઝુડા ગામેથી હેરોઇનના ૧૧૮ કિલોથી વધુના જથ્થા સાથે ત્રણ શખ્સ પકડાયા હતા અને તેના રિમાન્ડ મેળવીને એટીએસની ટિમ દ્વારા ડ્રગ્સના ગુનામાં એક પછી એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ઈશા રાવના ઈશારે પાકિસ્તાનથી આવેલ ૧૦૦ કિલો ડ્રગ્સ પુણે અને દિલ્હી સહિતના શહેરોમાં વેચી નાખનાર સચાણાના જાબિયર અને પુણેના સર્જેરાવ નામના બે આરોપીને એટીએસની ટીમે દબોચી લીધા છે અને તેને મોરબીની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
ન માત્ર ગુજરાત પરંતુ દેશના મોટાભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તેવા સમયે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં આવતા ઝીંઝુડા ગામે રહેણાક મકાનમાથી એટીએસની ટીમે હેરોઇન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ એક પછી એક કડી મેળવીને આ નેટવર્કના મૂળ સુધી પહોચવા માટે હાલમાં એટીએસની ટિમ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે દરમ્યાન અત્યાર સુધીમાં ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મોરબીના ઝીંઝુડા ગામના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ડ્રગ્સ માફિયા ઈશા રાવના ઈશારે પાકિસ્તાથી હેરોઇન ભારતમાં દરિયાઈ માર્ગે લાવવામાં આવ્યું હતું અને દિલ્હી, પુના જેવા શહેરોમાં ત્યાથી માલ મોકલાવવામાં આવ્યો હતો
આ ગુનામાં જામનગર જીલ્લાના સચાણાના જાબિયર ઉર્ફે જાવિદ અને ઈશા રાવના ઈશારે પુણેના સર્જેરાવ કેશવરાવ ગરડની પોલીસે ધરપકડ કરી હતી અને આરોપી સર્જેરાવ કેશવરાવ ગરડની ધરપકડ બાદ પ્રાથમિક પૂછપરછમાં તેને ૧૦૦ કિલો ડ્રગ્સ જેની કિંમત ૫૦૦ કરોડ થાય છે તે વેચ્યું હોવાની કબૂલાત આપી છે જેથી પોલીસે આ બંને આરોપીઓને સોમવારે મોરબીની એનડીપીએસ કોર્ટમાં રજુ કર્યા હતા અને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલોને ધ્યાને લઈ કોર્ટે બંને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને રિમાન્ડ દરમ્યાન આરોપી પાસે ૧૦૦ કિલો ડ્રગ્સ કેવી રીતે આવ્યું હતું?, ક્યાં જથ્થો સંતાડ્યો હતો ?, કઈ બોટ અને ક્યાં મોટર સાયકલનો ઉપયોગ કરી ક્યાં – ક્યા ડ્રગ્સ સ્પલાય કર્યું સહિતના મુદાઓની તપાસ કરવામાં આવશે