મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન


SHARE









મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન

મોરબીના મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવેલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટરમાં રવેસના ભાગમાં બનાવેલ બાથરૂમ કોઈ કારણોસર અચાનક બપોરના સમયે તૂટી પડ્યું હતું જેથી કરીને ત્યાં માલ લેવા માટે આવેલ લોકોના બે વાહન ત્યાં પડ્યા હતા તેના ઉપર બંધકામનો કાટમાળ તૂટી પડતા બે વાહનમાં નુકસાન થયેલ છે

મોરબી મહાનગરપાલિકા દ્વારા જૂની અને જર્જરિત મિલકતોનો સર્વે કરીને તે મિલકતો દૂર કરવા માટે આસામીઓને સૂચના અને નોટિસ આપવામાં આવે છે અને જે આસામીઓ પોતાના જર્જરિત બાંધકામને દૂર કરતા નથી તેના ઉપર બુલડોઝર ફેરવવા માટેની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા જ કરવામાં આવી હતી તેવામાં આજે બપોરના સમયે મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટર આવેલ છે અને તે શોપિંગ સેન્ટરમાં રવેશના ભાગમાં બાથરૂમ બનાવવામાં આવ્યું હતું અને તે બાથરૂમનું બાંધકામ કોઈ કારણોસર ધડાકાભેર તૂટી પડ્યું હતું જેથી નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનોમાંથી માલ સામાન લેવા માટે થઈને આવેલ લોકોમાંથી એક વ્યક્તિની રીક્ષા અને એક વ્યક્તિની ક્વાલીશ ગાડી ત્યાં પાર્ક કરીને મૂકી હતી અને તે બંને વાહનો ઉપર કાટમાળ તૂટી પડવાના કારણે બંને વાહનોમાં નુકસાની થયેલ છે જોકે સદનસીબે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આવા જુના અને જર્જરીત બાંધકામો ક્યારેક કોઇની માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ છે જેથી મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને જૂના અને જર્જરીત બાંધકામો હોય તેના આસામીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની લાગણી છે




Latest News