મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ


SHARE









મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ

મોરબી જિલ્લામાં વિકાસની જરૂરિયાતો અને  સરકારની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખી નાબાર્ડ - રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના જિલ્લા વિકાસ મેનેજર (ડીડીએમ)ના નવા કાર્યાલયનો મોરબીમાં શનાળા રોડ પર શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નાબાર્ડ ના ડીએમડી એ.કે. સૂદએ જણાવ્યું હતું કે, નિશ્ચિત વિસ્તારોમાં નવા કાર્યાલયો ખોલવાથી નાબાર્ડ કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં નવીન આયામો હાંસલ કરવા સક્ષમ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લો નાબાર્ડની કામગીરીમાં અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલ હતો. તાજેતરમાં નાબાર્ડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડો. એ.કે. સૂદએ સમગ્ર દેશમાં ૫૪ નવા કાર્યાલયોનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં મોરબીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નાબાર્ડના ડીએમડી જી.એસ. રાવત, નાબાર્ડ, મુખ્ય કાર્યાલય અને ક્ષેત્રિય કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓઓ, નવા ખોલાયેલ કાર્યાલયના ડીડીએમ, સરકારી અધિકારીઓ, બેન્કના અધિકારઓ અને એનજીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News