મોરબી શહેરમાં 30.75 કરોડના ખર્ચે 8 સીસી રોડ બનાવવાના કામોને સૈદ્ધાંતિક મંજુરી મળી
મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ક્રૂઝર ગાડીમાં કતલખાને લઈ જવાતા 26 ઘેટાંને ગૌરક્ષકોએ બચાવ્યા
SHARE
મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ક્રૂઝર ગાડીમાં કતલખાને લઈ જવાતા 26 ઘેટાંને ગૌરક્ષકોએ બચાવ્યા
મોરબીની રવિરાજ ચોકડી પાસે ક્રુઝર ગાડી પસાર થઈ રહી હતી તેને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવતા તે ગાડીમાં ક્રૂરતાપૂર્વક 26 જેટલા ઘેટાંને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તેને બચાવીને પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મોરબી ગૌરક્ષક તેમજ વિહિપ અને બજરંગ દળના આગેવાનોને મળેલ બાતમી આધારે કચ્છ મોરબી રોડે વોચ રાખી હતી અને ત્યારે મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ક્રુઝર ગાડી પસાર થયેલ હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડી નંબર જીજે 3 ઝેડ 9921 માંથી 26 ઘેટાં મળી આવ્યા હતા જેને દોરડા વડે બાંધીને ગાડીના કાચ ઉપર પડદા રાખીને જઈ રહ્યા હતા અને આ ઘેટાંને રાજકોટ કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને બચાવવામાં આવેલ ઘેટાંઓને મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા.