લૂંટ મચી હૈ...: વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ખાલી ટ્રકના ચાલક પાસે અવરલોડ માલનો ચાર્જ માંગ્યો !
મોરબી શહેરમાં 30.75 કરોડના ખર્ચે 8 સીસી રોડ બનાવવાના કામોને સૈદ્ધાંતિક મંજુરી મળી
SHARE







મોરબી શહેરમાં 30.75 કરોડના ખર્ચે 8 સીસી રોડ બનાવવાના કામોને સૈદ્ધાંતિક મંજુરી મળી
મોરબી શહેરમાં રોડ રસ્તા સહિતના કામો કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં30.75 કરોડના ખર્ચે 8 સીસી રોડ બનાવવાના કામોને સૈદ્ધાંતિક મંજુરી મળી ગયેલ છે.
મોરબી મહાપાલિકાની સિવિલ એન્ડ સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી શહેર સડક યોજના અંતર્ગત મોરબીના લીલાપર રોડના વાયડનીંગ સાથે ડામર રોડનું કામ, કન્યા છાત્રાલય રોડથી બાયપાસ સુધી સીસી રોડનું કામ, વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ સોસાયટી સુધુ સીસી રોડનું કામ, માધાપર મેઈન રોડ સીસી રોડનું કામ, વીસી ફાટકથી અમરેલી રોડ સુધી રોડનું કામ, વેલનાથ ચોકથી નેશનલ હાઈવે સુધી સીસી રોડનું કામ, કેસરબાગથી એલ.ઈ.કોલેજ સુધી સીસી રોડનું કામ અને વજેપર મેઈન રોડ સીસી રોડના કામ માટે સરકારમાંથી 30.75 કરોડના ખર્ચે 8 સીસી રોડ બનાવવા માટેના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.
