મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા પાસે સર્જાયેલા અકસ્માતમાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીના સોખડા પાસે સર્જાયેલા અકસ્માતમાં આરોપીની ધરપકડ

મોરબીનાં સોખડા ગામના પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્ત ઉપરથી થોડા દિવસો પહેલા ડબલ સવારી બાઇક જતું હતું ત્યારે રસ્તા વચ્ચે રોજડુ આડું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને બાઈકમાં બેઠેલા બંને વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા ઍક યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું જેથી મૃતકના ભાઈએ બાઈકના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની હાલમાં ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં સોખડા ગામે રહેતા રઘુવીર ઉર્ફે રઘુભા નટુભા બળદા જાતે ગઢવી (ઉ.૪૨)એ મોટરસાઇકલ નં. જીજે ૩૬ એન ૩૮૯૧ ના ચાલક રવુભા દેવરાજભા બળદા રહે. સોખડા વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૧૯/૧૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપી રવુભા દેવરાજભા બળદા  પોતાનું મોટરસાઇકલ લઈને ગામ તરફ જતાં હતા ત્યારે તેના બાઈકમાં ફરિયાદીના ભાઈ ભીખુભા નટુભા પણ બેઠેલા હતા અને ત્યારે આરોપીએ બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને રોડમા રોજડુ આડુ ઉતરતા મોટરસાઇકલ ઉપરથી આરોપીએ કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને મોટરસાઇકલ સ્લીપ થઇ જતા બંનેને ઇજાઓ થઈ હતી જેમાં ફરિયાદીના ભાઈ ભીખુભા નટુભાને શરીરે વધુ ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન ફરીયાદીના ભાઇનુ મોત નીપજયું છે જેથી કરીને પોલીસે ઇ.પી.કો કલમ- ૨૭૯૩૩૭૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ- ૧૭૭૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે રવુભા દેવરાજભા બળદા
(૩૪) રહે. સોખડા વાળાની ધરપકડ કરેલ છે






Latest News