મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મિં)ના ચિખલી ગામના યુવાને યુ-ટ્યુબમાંથી શિખીને ઘરમાં જ શરૂ કર્યું બંદૂકનું પ્રોડકશન !: 2 બંદુક, 60 ખાલી કાર્ટીસ, 2 ગન પાવડર ભરેલ બોટલો કબ્જે


SHARE





માળીયા (મિં)ના ચિખલી ગામના યુવાને યુ-ટ્યુબમાંથી શિખીને ઘરમાં જ શરૂ કર્યું બંદૂકનું પ્રોડકશન !: 2 બંદુક, 60 ખાલી કાર્ટીસ, 2 ગન પાવડર ભરેલ બોટલો કબ્જે

માળીયા (મિં)ના ચિખલી ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથીયાર બનાવતા હોવાની એલસીબીની ટીમને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી હાથ બનાવટની 2 બંદુક તથા હથીયાર બનાવવા માટેના જરૂરી સાધનો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 19070 નો મુદામાલ કબ્જે કરેલ છે અને એક આરોપીની હાલમાં ધરપકડ કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા કામ કરી રહ્યા છે અને તેઓની સૂચના મુજબ એલસીબીની ટિમ કામ કરે છે તેવામાં શક્તિસિંહ ઝાલા, દશરથસિંહ પરમારભગીરથસિંહ ઝાલા તથા આશીફભાઈ રાઉમાંને બાતમી મળી હતી કે માળીયા (મી)ના ચિખલી ગામે મફતીયાપરામાં રહેતો સલીમભાઇ કાદરભાઇ મિયાણા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ ફળીયામાં ગેરકાયદે દેશી હાથ બનાવટની બંદુકો જાતે બનાવે છે અને જુદાજુદા ગ્રાહકોને વેચે છે.

જેથી કરીને એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સલીમભાઇ કાદરભાઇ મિયાણાના મકાનમાંથી દેશી બનાવટના હથિયાર અને હથીયાર બનાવવા માટેના સાધનો મળી આવ્યા હતા જેથી કરીને સલીમભાઇ કાદરભાઇ માલાણી જાતે મિયાણા રહે. મફતીયાપરા ચિખલી ગામ તાલુકો માળીયા (મિં) વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી સિદીકભાઇ ઉમેદઅલી કાજેડીયા રહે. હાલ ચરાડવા તાલુકો હળવદ વાળાનું નામ સામે આવ્યું હતું જેથી બંને સામે માળીયા (મિં) તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને પોલીસે આરોપીની કરેલ પ્રાથમિક પુછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે, તે મોબાઇલ ફોનમાં યુ-ટ્યુબમાં હથીયાર બનાવવા તથા રીપેરીંગ કરવાના વીડીયો જોઇને હથીયાર બનાવતા તથા રીપેરીંગ કરતા શીખ્યો હતો.

હાલમાં પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 2 દેશી હાથબનાવટની બાર બોર સિંગલ બેરલની બંદુક જેની કિંમત 10 હજાર, 1 ઇલેક્ટ્રીક વેલ્ડિંગ મશીન જેની કિંમત 5 હજાર, 2 ઇલેક્ટ્રીક ગ્રાઇન્ડર મશીન જેની કિંમત 2 હજાર, 1 ડ્રીલ મશીન જેની કિંમત 1 હજાર, 1 લોખંડનો સિગરો, 2 ઇલેક્ટ્રીક બોર્ડ, 60 બાર બોરના ખાલી કાર્ટીસ, 2 ગન પાવડર ભરેલ પ્લાસ્ટીકની શીશી, 111 લોખંડના જીણા છરા, 1 વેલ્ડીંગના ચશ્મા, 1 કાતર અને 5 ચાંદલીયાના રોલની ડબ્બી આમ કુલ મળીને 19,070 નો મુદામાલ કબ્જે કરેલ છે.

વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આ શખ્સ છેલ્લા બે-ત્રણ વર્ષથી પોતાના રહેણાંક મકાનના ફળીયામાં જાતેથી અલગ-અલગ સાધનો વડે દેશી હાથ બનાવટની બાર બોર સિંગલ બેરલ બંદુકો જાતે બનાવતો હતો અને તે બંદૂક બનાવવા અને હથીયાર રીપેરીંગ કરવા અંગેની એમઓ પણ જાણે છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. 




Latest News