મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

પોરબંદર જિલ્લામાંથી ભાગીને મોરબી આવેલ યુવતીએ અધૂરા મહિને જન્મ આપેલ બાળકનું ટૂંકી સારવારમાં મોત


SHARE









પોરબંદર જિલ્લામાંથી ભાગીને મોરબી આવેલ યુવતીએ અધૂરા મહિને જન્મ આપેલ બાળકનું ટૂંકી સારવારમાં મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાન સાથે રહેતી યુવતી પ્રેગનેટ હોય તેને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં અધૂરા મહીને તેણે બાળકને જન્મ આપ્યો હતો જો કે, ટૂંકી સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાથે રહેતી યુવતી પ્રેગનેટ હોય તેને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં અધૂરા મહિને તે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે યુવતી પોરબંદર જિલ્લામાંથી ભાગીને યુવાન સાથે મોરબી જિલ્લામાં આવી હતી દરમિયન તેને પેટમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો? જોકે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બાઇક સ્લીપ

મોરબીમાં ચંદ્રેશનગર પાસે આવેલી યદુનંદન-19 માં રહેતા રમેશચંદ્ર નાગજીભાઈ ભૂત (58) નામના વૃદ્ધ લાતી પ્લોટમાંથી બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી તેને ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અમિત ચંદુભાઈ (32) નામના યુવાનને રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News