મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ રૂપિયા લીધા બાદ હિસાબ કરવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો


SHARE













મોરબીમાં એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ રૂપિયા લીધા બાદ હિસાબ કરવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો

મોરબીના સનાળા ગામ પાસે આવેલ નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને તે જ એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય બે વ્યક્તિઓને મેન્ટેનન્સ લઈને પછી હિસાબ કરવા માટેનું કહ્યું હતું જે બાબતે તેઓને સારું ન લાગતા તેમણે યુવાનની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા અન્ય બે શખ્સો દ્વારા યુવાનને ગાળો આપીને કમરના ભાગે મણકામાં ફેકચર જેવી ઇજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સનાળા ગામ પાસે આવેલ જ્ઞાનવિહાર સ્કૂલ નજીક નંદભૂમિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401 માં રહેતા ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બરાસરા (45)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયંકભાઇ બળવંતભાઈ છત્રોલા, બળવંતભાઈ છત્રોલા, દક્ષ રમેશભાઈ ચીકાની અને પ્રશાંત ધીરુભાઈ કાસુન્દ્રા રહે. બધા નંદભૂમિ એપાર્ટમેન્ટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ આરોપી મયંકભાઇ અને દક્ષભાઈને એપાર્ટમેન્ટનું મેન્ટેનન્સ લઈને પછી હિસાબ કરવા માટે કહ્યું હતું જે તેઓને સારું નથી લાગતા તે બંને શખ્સોએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારબાદ બળવંતભાઈ અને પ્રશાંતભાઈએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટૂનો માર માર્યો હતો તેમજ ફરિયાદીને કમરના મણકાના ભાગે ફેક્ર જેવી ઇજા કરી હતી જેથી તે યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈક સ્લીપ

ટંકારાના જોધપર ઝાલા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ હઁસોરા (47) નામનો યુવાન પોતાના ગામથી ટંકારા તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News