મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

સાવધાન: મોરબી જિલ્લામાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ


SHARE













સાવધાન: મોરબી જિલ્લામાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને આ જીલ્લામાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવેલ છે જેમાં મોરબીના બે યુવાન અને ટંકારાની એક મહિલાનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લામાં લોકોએ કોરોનાની બીજી લહેર વખતે તેનો હાહાકાર જોયો હતો જો કે, બે વર્ષ પછી પાછા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવેલ છે જેમાં મોરબીમાં એક 24 વર્ષ અને બીજો 34 વર્ષનો યુવાન તેમજ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં એક 44 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે અને મોરબીના બંને યુવાન હોમ આઇસોલેટમાં છે અને ટંકારા તાલુકાની મહિલા હાલમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.




Latest News