મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝેરી દવા પી ગયેલ યુવતીનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE









મોરબીમાં ઝેરી દવા પી ગયેલ યુવતીનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબીના માધાપર પાસે આવેલ અંબિકા રોડ ઉપર રહેતી યુવતીએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું છે આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપર પાસે આવેલ અંબિકા રોડ ઉપર રહેતા સંજયભાઈ વૈષ્ણવની 18 વર્ષની દીકરી હેત્વીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવતીએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હવે આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

મારા મારીમાં ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર પાસે રહેતા નીતિનભાઈ મગનભાઈ ડાભી (31) નામના યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં રણછોડનગર પાસે રહેતા કાનાભાઈ ધર્મેન્દ્રભાઈ પરમાર (6) નામના બાળકના માથા ઉપર ઘરે હતો ત્યારે ગેંડી (વોસબેસિંગ) પડી હતી જેથી તેને ઈજા થતાં તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે.




Latest News