મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પરીવારથી વીખુટી પડેલ બાળકીને પોલીસે પરીવાર સુધી પહોંચાડી


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે પરીવારથી વીખુટી પડેલ બાળકીને પોલીસે પરીવાર સુધી પહોંચાડી

મોરબીના મહેન્દ્રનગર ગામે પરીવારથી વીખુટી પડી ગયેલી બાળકીને શોધીને તે બાળકીનો પોલીસે તેના પરીવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનની હદમાં આવતા મહેન્દ્રનગર ગામ પાસે રહેતા દેવીપુજક પરિવારની પાંચ વર્ષની દિકરી ગઇકાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ગુમ થઇ હોવાની માહીતી મળતા જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પીઆઇ પી.એચ.લગધીરકા તથા સ્ટાફે તપાસ કરતા મોડી રાતના નવેક વાગ્યાના અરસામાં બાળકીનો પતો લાગતા તેણીને તેના પરિવાર હવાલે કરવામાં આવી હતી.

કરણભાઇ કેતનભાઇ ચોવીસીયા જાતે દેવીપુજક રહે.હાલ પ્રજાપતી કારખાનાની બાજુમાં દેવીપુજકવાસ મહેન્દ્રનગર મોરબી-૨ મુળ રહે.કુંભારવાળા માઢીયા રોડ ભાવનગર વાળાએ બી ડીવીજન પોલીસ સ્ટેશને આવીને જાણ કરી હતી કે તેમના સસરા પક્ષમાં માતાજીનો માંડવો હોય અને માંડવામાં ઘણા બધા માણસો આજુબાજુના ગામમાંથી આવેલ હતા અને તેઓ પોતે પણ માતાજીના માંડવામાં હતા ત્યારે મારી દીકરી દયા (ઉ.વ.૫) ની બપોરના દોઢેક વાગ્યાની આસપાસ ભાગ લેવાનું કહીને જતી રહેલ અને હું માંડવમાં આટાફેરા કરતો હતો અને દોઢ બે કલાક સુધી દીકરી દયા પરત ન આવતા મારી દીકરીને સાંજ સુધી શોધવા છતા મળી ન હતી. તેમ જણાવતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ લેવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન વોટસએપ માધ્યમ દ્વારા મેસેઝ મોરબી જિલ્લા વોટસએપ ગ્રુપમાં બાળકીની વિગત સાથે મોકલીને તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને બાળકીને શોધખોળની કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એએસઆઇ મણીલાલ રામજીભાઇ ગામેતીએ બી ડીવીજન પીએસઓ વાલભા કરશનભાઇ ચાવડાને જાણ કરેલ કે ભાયલાલભાઇ લક્ષ્મણભાઇ વરમોરાના કારખાનાના બાજુમાં હળવદ રોડ પાસે સંતકૃપા એન્ટરપ્રાઇઝની બાજુમાં એક બાળકી હોવાની જાણ કરતા તુરત જ બી ડીવીજન મહીલા પીઆઇ પી.એચ.લગધીરકા તથા પીએસઆઇ એલ.એન વાઢીયા તથા બી ડીવીઝન પોલીસ સ્ટાફ તુરંત જ ઉપરોક્ત કારખાને જઇ ગુમ થયેલી બાળકી દયા (ઉ.વ.૫) ને હેમખેમ મેળવીને તેના માતા-પિતાને પોલીસ સ્ટેશને બોલાવીને સોંપી આપી હતી.






Latest News