મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં જાતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનું સારવારમાં મોત


SHARE









હળવદમાં જાતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનું સારવારમાં મોત

હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી થોડા દિવસો પહેલા પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદમાં રહેતા કિશોરભાઇ ઉર્ફે બકાભાઈ ઠક્કર (60) નામના વેપારીએ પોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે થોડા દિવસો પહેલા ગોળી મારી હતી જેથી તેને માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી કિશોરભાઇને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ જે તે સમયે વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની પાસેથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં તે પોતાની જાતે પોતાના લમણે ગોળી માટે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 




Latest News