મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં સિરામિકની ગરમ રાખ માથે પડતાં દાઝી ગયેલ 6 માસના બાળકનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં સિરામિકની ગરમ રાખ માથે પડતાં દાઝી ગયેલ 6 માસના બાળકનું સારવારમાં મોત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રમતા છ માસના બાળક ઉપર સિરામિકની ગરમ રાખ પડી હતી જેથી તે બાળક દાઝી ગયું હતું અને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધિરપુર રોડ ઉપર કાલિકાનગર પાસે આવેલ કાલી સીરામીક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ રાઠવાનો 6 માસનો દીકરો અંકિત ત્યાં ગત તા. 31/5 ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં રમતો હતો દરમ્યાન તેના ઉપર સીરામીકની ગરમ રાખ પડવાના કારણે તે બાળક દાઝી ગયો હતો જેથી તેને દાઝી ગયેલી હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે જેથી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતી અનીષાબેન સલીમભાઈ શેખ (17) નામની સગીરાકોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના અમરેલી ગામે રહેતા દિનેશભાઈ કાનાભાઈ ઝિંઝવાડીયા (60) નામના વૃદ્ધ મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ગુરુકૃપા હોટલ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી 






Latest News