મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 1.51 કરોડની છેતરપિંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ: 3 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 1.51 કરોડની છેતરપિંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ: 3 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં રહેતા વેપારી યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ યુવાન પાસેથી ઓનલાઇન રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવ્યા હતા જો કે, યુવાને રોકાણ કરેલા રૂપિયા તેને પાછા આપવામાં આવ્યા ન હતા જેથી 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની વેપારી યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીમાં રહેતા વેપારી યુવાન નૈમિષભાઈ કનૈયાલાલ પંડિત (39)એ વોટ્સએપ નંબર 9157782692 તથા 85265477801 ના ધારકો તેમજ જુદી જુદી બેંકના સાત એકાઉન્ટના ધારકોની સામે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને વ્હોટ્સએપ દ્વારા ફરિયાદી યુવાન સાથે વાતચીત કરી હતી અને ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવા માટેની લાલચ આપી હતી અને ફરિયાદી યુવાનનો વિશ્વાસ-ભરોસો કેળવીને તેની પાસેથી કુલ મળીને 1,51,02,500 રૂપિયા યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવ્યા હતા અને બાદમાં તેને આ રૂપિયાયા પાછા આપવામાં આવેલ નથી જેથી યુવાનને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેની તપસ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ કરી રહી હતી તેવામાં હાલમાં પોલીસે રાકેશભાઈ સોલંકી, રાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઇ પરમાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

હાલમાં પકડાયેલા ત્રણ આરોપીઓનો ગુનામાં કોનો શું રોલ હતો ?

આ ગુનાની તપાસ કરી રહેલા પીઆઇ કે.કે. દરબાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આ ગુનામાં જે જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે પૈકીનું એક બેન્ક એકાઉન્ટ રાકેશભાઈ સોલંકીનું છે અને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપીને તે ઓપરેટ કરવા માટે અન્ય આરોપીને આપી દેવામાં માટે તેને એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને આરોપી રાકેશભાઈ સોલંકી પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે રાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઇ પરમાર આવેલ હતા અને તેઓને આ રીતે બીજાના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી આપે તો જે તે બેન્કના એકાઉન્ટમાં જે રકમ આવે તેના બે ટકા રકમ મળતી હતી તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સુધી પહોચવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News