આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધીચોક-અવની ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી


SHARE















મોરબીમાં ગાંધીચોક-અવની ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી

મોરબીમાં ગાંધી ચોક પાસે અને અવની ચોકડી નજીક પાર્ક કરવામાં આવેલા જુદા જુદા બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી બાઈકના માલિકો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના રવાપર નજીક આવેલ રવાપર રેસીડેન્સીમાં દેવર રત્ન એપાર્ટમેન્ટ બ્લોક નંબર-803 માં રહેતા સાગરભાઇ રસિકભાઈ સાપરિયા (36)એ વાહન ચોરીની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના ગાંધી ચોક પાસે આવેલ રામ રસ નજીક તેણે પોતાનું બાઈક નંબર જીજે 5 જીઈ 3312 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 25,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર ગીતા પાન વાળી શેરીમાં છઠ્ઠા માળે રહેતા કિશનકુમાર દિલીપભાઈ ગામી (29)વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ પૂજા પાન સામે તેણે પોતાનું બાઇક નંબર જીજે 36 એએમ 5910 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 95,000 રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News