મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક નેશનલ હાઈવે ઉપર બંધ ટ્રક પાછળ એક્ટિવા અથડાતાં યુવાનને માથામાં હેમરેજ


SHARE













માળીયા (મી) નજીક નેશનલ હાઈવે ઉપર બંધ ટ્રક પાછળ એક્ટિવા અથડાતાં યુવાનને માથામાં હેમરેજ

મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપથી આગળના ભાગમાં રેલવેના ઓવરબ્રિજ પાસે ટ્રક ચાલકે પોતાનો ટ્રકમાં ઉભો રાખ્યો હતો તેની પાછળના ભાગે એક્ટિવા અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને માથામાં હેમરેજ તથા ડાબી આંખની નીચે તથા ડાબા હાથની કોણીના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ થયેલ છે જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવી શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મીયાણા ભીમસર વાઢ અજમેરી હોટલ પાછળના ભાગમાં રહેતા સમીરભાઈ વલીમહદભાઈ જેડા (24)એ ટ્રક નંબર જીજે 39 ટી1124 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સ્વાગત પેટ્રોલ પંપ પાસેથી તે પોતાનું એકટીવા નંબર જીજે 36 એ કયું 1157 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાં ઉભો રાખ્યો હતો અને ત્યાં કોઈપણ પ્રકારની આડસ કે સિગ્નલ રાખવામાં આવ્યું ન હતું દરમ્યાન ફરિયાદીનું એકટીવા ટ્રકની પાછળના ભાગમાં અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને માથામાં હેમરાજમ ડાબી આંખની નીચે અને ડાબા હાથની કોણીના ભાગે ફ્રેકચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News