આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે ટ્રેક્ટરમાંથી નીચે પડેલ પથ્થર-માટી સાફ કરવાનું કહેતા યુવાનને મારમાર્યો


SHARE















મોરબીના પંચાસર ગામે ટ્રેક્ટરમાંથી નીચે પડેલ પથ્થર-માટી સાફ કરવાનું કહેતા યુવાનને મારમાર્યો

મોરબીના પંચાસર ગામે રહેતા યુવાનના ઘર પાસેથી માટી ભરીને પસાર થતાં ટ્રેક્ટરમાંથી પથ્થર અને માટી તેઓના ઘર સામે પડ્યા હતા જેથી તે સાફ કરવા માટે યુવાને કહ્યું હતું જે સામે વાળાને સારું નહીં લાગતા તેણે યુવાનને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને કાન અને માથા ઉપર ઝાપટો મારી હતી તેમજ પીઠના ભાગે પાટુ મારીને જા કરી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક્ટ્રોસીટી મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર ગામે રહેતા વસંતભાઈ દલાભાઈ ટુંડિયા (39) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળભદ્રસિંહ ઉર્ફે પીન્ટુભાઇ ઝાલા રહે. પંચાસર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ સાહેના ટ્રેક્ટર પંચાસર ગામથી થારી સીમ તરફ જતા ગાડા મારગનુ કામ ચાલુ હોય ટ્રેક્ટરોમાં માટી ભરીને ચલાવતા હતા અને ફરિયાદીના ઘર સામે મુખ્ય રસ્તા ઉપર પથ્થર અને માટી પડેલ હતા જેથી માટીને સાફ કરવા માટે યુવાને કહ્યું હતું જે આરોપીને સારું નહી લાગતા તેને ફરિયાદી યુવાનને ગાળો બોલીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને તેને કાન તથા માથાના ભાગે ચાર પાંચ ઝાપટો મારી હતી અને વાસાના ભાગે પાટુ મારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એક્ટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી વાંકાનેરના નવાપરા જીઆઇડીસીના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા (45) રહે. સ્ટેશન રોડ મીલ પ્લોટ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીના લાતી પ્લોટ શેરી નં-3 માંથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 696 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી મનીષભાઈ મુકેશભાઈ મચ્છોયા (42) રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News