મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓ મુકાયા


SHARE







મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓ મુકાયા

મોરબી જિલ્લામાં આવેલ હળવદ અને મોરબી તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓની જગ્યા ખાલી હતી જેથી કરીને ઈન્ચાર્જ અધિકારીને મૂકીને કચેરીના રૂટિન કામનું ગાડું ગબડાવતા હતા જોકે હાલમાં સરકાર દ્વારા રાજ્યમાં છ ટીડીઓની બદલી કરવામાં આવે છે તેમાં મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓની નિમણૂક કરવામાં આવી છે

એક બાજુ સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કવાયતા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ તાલુકા પંચાયતની અંદર ટીડીઓની જગ્યા ખાલી હોય ત્યાં અધિકારી મુકવા માટે તાજેતરમાં સરકાર દ્વારા હુકમ કરવામાં આવે છે તેમાં મોરબી જિલ્લાની અંદર હળવદ અને મોરબી તાલુકા પંચાયત કચેરીમાં ઇન્ચાર્જ અધિકારી મૂકીને કામ કરવામાં આવી રહ્યું હતું જો કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને ૬ ટીડીઓની બદલી કરવામાં આવી છે અને મોરબી તથા હળવદ તાલુકા પંચાયતમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે જેમાં હળવદ તાલુકા પંચાયતમાં તરીકે ગોવિંદભાઈ બળદેવભાઈ ચૌધરીને મૂકવામાં આવ્યા છે જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં રિડિઓ તરીકે દીપા હસમુખભાઈ કોટક્ને મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે






Latest News