મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ન મળતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













મોરબીમાં કામ ન મળતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લાલપર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા યુવાનનું કારખાનું બંધ થઈ ગયું હતું અને બીજી કોઈ જગ્યાએ કામ મળતું ન હતું જેથી તે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિનિયર સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચુનુરામ હેમારામ આદિવાસી (45) નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ગરીયા દ્વારા કરવામાં આવી હતી તેની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાન જે કારખાનામાં કામ કરતો હતો તે કારખાનું બંધ થઈ ગયું હતું અને તેને બીજી કોઈ જગ્યાએ કામ મળતું ન હતું જેથી તેને અંતિમ પગલું ભર્યું છે હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે અરજણભાઈ જીવાભાઇ મારવાડી (35), દિનેશભાઈ જીવાભાઇ મારવાડી (30), જીવાભાઇ નારણભાઈ મારવાડી (60) અને તેજલબેન દિનેશભાઈ મારવાડી (10) નામના ચાર વ્યક્તિઓને ઈજાઓ થહોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે રફાળેશ્વર ગામે મારામારીના બનાવમાં નવઘણભાઈ ખોડાભાઈ પરમાર (26) અને સવજીભાઈ પરમાર (19)ને  ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ થતાં ઇજા

મોરબીના હરીપર ગામના પાટીયા પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ ખાતે રહેતા અનિલકુમાર ઉર્ફે સત્યેન્દ્રકુમાર જ્ઞાનસિંહ (50) નામના આધેડ માળીયા હાઇવે રોડ ઉપર કારખાના પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News