મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જેલ ચોકમાં મોડીરાત્રીના જુગાર રમતો એક પકડાયો એકની શોધખોળ શરૂ


SHARE













મોરબીના જેલ ચોકમાં મોડીરાત્રીના જુગાર રમતો એક પકડાયો એકની શોધખોળ શરૂ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોડી રાત્રિના જેલ ચોક વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા એક શખ્સને પકડી પડ્યો હતો. અને એકનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં જેલ ચોક વિસ્તારમાં જાહેરમાં આવતા જતા લોકો પાસેથી વરલી મટકાના આંકડા લખતા ચિઠ્ઠી સહિત ઈકબાલ ઉર્ફે મુન્સી જમાલભાઈ રાઉમા સંધિ (૪૦) રહે.મફતપરા ભારતપરા પંચાસર રોડ મોરબીને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યો હતો અને તેની પાસેથી રોકડા રૂા.૧૧૦૦ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ દરમિયાન ઈમરાન નેકમામદ ભટ્ટી રહે.લાતિ પ્લોટ નું નામ સામે આવતા બંને સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ઈકબાલ ભટ્ટીની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ધાંગધ્રા પાસે આવેલા સોલડી ગામના કાનજીભાઈ ચતુરભાઈ પટેલ નામના ૬૪ વર્ષના આધેડને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં બૈસાબગઢ ગામ નજીક તેઓના બાઈકને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા માથા અને પગે ઇજા થતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના સમથેરવા ગામે રામદેવપીર મંદિર પાસે રહેતા જીગ્નેશ માવજીભાઈ ઉકેડીયા નામના ૨૯ વર્ષના યુવાનને વાંકાનેર નજીકની જામસર ચોકડી પાસે બાઈકમાંથી નીચે પડી જતા ડાબા પગના ઢીંચણના ભાગે ફેક્ચર જેવી ઈજા થવાથી તેને પણ અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

કાર-બોલેરો અકસ્માત

માળીયા મીંયાણાથી આગળ સૂરજબારીના પુલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર સાથે બોલેરો અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં શાંતિલાલ મગનભાઈ પટેલ (ઉમર ૫૭) અને સમતાબેન મગનલાલ પટેલ (ઉમર ૬૦) રહે.બંને ક્રાંતિ જ્યોત સોસાયટી મહેન્દ્રનગરને શરીરે ઇજા થતા અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી વીસીપરામાં રહેતા રાયધનભાઈ અમરશીભાઈ નામના ૫૩ વર્ષના આધેડને મારામારીના બનાવમાં ઈજા થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના માળિયા હાઇવે ઉપર નેકસસ સિનેમા પાસે બાઇકને કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં દેવજી માથુરભાઈ રાઠવા (ઉમર ૨૦) રહે.પીપળી ગામ મનીષ કાંટા પાસેને ઇજા થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો




Latest News