મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વેરાવળથી આદિપુર કોલેજના ઇન્સ્પેકશન માટે જતાં સમયે મોરબીના નાગડાવાસ પાસે કાર પલટી જતાં પ્રોફેસર યુવાનનું મોત


SHARE













વેરાવળથી આદિપુર કોલેજના ઇન્સ્પેકશન માટે જતાં સમયે મોરબીના નાગડાવાસ પાસે કાર પલટી જતાં પ્રોફેસર યુવાનનું મોત

વેરાવળ ખાતે રહેતા યુવાનને જીટીયુ દ્વારા કોલેજ ઇન્સ્પેકશનનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાથી તે ગાંધીધામના આદિપુર ખાતે જઈ રહ્યો હતો દરમિયાન મોરબી તાલુકાના નાગડાવાસ ગામ પાસે તેઓની કાર રોડ સાઈડમાં પલટી મારી ગયેલ હતી જે બનાવમાં યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવમાં હાલમાં મૃતક યુવાનના પત્નીએ કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને છેલ્લા છ વર્ષથી વેરાવળ શહેરમાં આવેલ આદિત્ય પાર્ક સ્વામિનારાયણ સોસાયટી ખાતે રહેતા ક્રિષ્નાબેન કૃષ્ણચંદ્ર ત્રિવેદી (41)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 3 ડીવી 2401 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પતિ કૃષ્ણચંદ્ર કેસરીનંદન ત્રિવેદી (45) સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચંદુવા ગામે આવેલ નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટયૂટમાં પ્રોફેસર અને ડાયરેક્ટર તરીકે નોકરી કરતા હોય તેઓના પતિને જીટીયુ તરફથી કોલેજ ઇન્સ્પેકશનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જેથી તેઓ ગાંધીધામના આદિપુર કચ્છ ખાતે તોલાણી કોલેજમાં જવા માટે પોતાના ઘરેથી તા 26/5 ના રોજ 1:00 વાગ્યાના અરસામાં નીકળ્યા હતા અને ત્યારબાદ સવારે 11:30 વાગ્યાના અરસામાં ફરિયાદીએ તેના પતિને તેઓ પહોંચી ગયા કે કેમ તે જાણવા માટે થઈને ફોન કર્યો હતો ત્યારે ફરિયાદીના પતિનો ફોન અન્ય વ્યક્તિએ રિસીવ કર્યો હતો અને કહ્યું હતું કે મોબાઈલ ફોન વાળા ભાઈનો અકસ્માત થયો છે ત્યાર બાદ બીજી વખત જ્યારે ફરિયાદીએ ફોન કર્યો ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તેનો ફોન રિસીવ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયાથી આગળના ભાગમાં અતિથિ કારખાના સામેના ભાગમાં રોડ સાઈડમાં કાર પલટી મારી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓના પતિ કૃષ્ણચંદ્રને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેઓનું મોત નીપજયું હતું ત્યારબાદ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે તેમનું પીએમ કરવામાં આવ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં કારના ચાલક ગૌરાંગભાઈ ભીખાભાઈ મજેઠીયાને પણ ઇજાઓ થયેલ હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારે તેને જણાવ્યું હતું કે તેઓ આદિપુર જઈ રહ્યા હતા ત્યારે કારમાં બેઠેલ ફરિયાદીના પતિને પહોંચવાનું મોડું થતું હોય ગાડી સ્પીડમાં ચલાવતા હતા દરમિયાન આગળના ભાગે ટ્રક જતો હતો અને વળાંકમાં તેઓની ગાડી ફુલ સ્પીડમાં હોય કાર પલટી મારી ગઈ હતી જે બનાવમાં આગળની એરબેગ ખુલી જવાના કારણે તેઓને ઈજા થઈ હતી જોકે પાછળ બેઠેલા ફરિયાદીના પતિને ગંભીર થઈ હોવાના કારણે તેને મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News