મોરબી મનપા દ્વારા 21 જૂને ચેસ ટુર્નામેન્ટનું આયોજન
SHARE







મોરબી મનપા દ્વારા 21 જૂને ચેસ ટુર્નામેન્ટનું આયોજન
મોરબી મનપા દ્વારા MMC ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને ટુર્નામેન્ટ મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે યોજાશે. જેમાં ભાગ લેવા માટે આગામી તા. 19 જૂન સુધીમાં કયુંઆર કોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે આગામી તા. 21 જૂનના રોજ MMC ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને સવારે 10-30 કલાકે આ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં ભાગ લેવા માટે તા. 19 જૂન સુધીમાં કયુંઆર કોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓએ પોતાનું ચેસ સેટ ફરજિયાત લાવવાનું રહેશે. તેમજ સ્પર્ધા FIDE રેપિડ ચેસના નિયમો મુજબ રમવામાં આવશે. અને સ્પર્ધા સ્વિસ ફોર્મેટમાં ખેલાશે (નોકઆઉટ નહીં હોય). કુલ 6 રાઉન્ડ થશે અને બંને શ્રેણીઓમાંથી ટોચના 3 વિજેતાઓને ઈનામ આપવામાં આવશે જો કે, આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. અને આ ટુર્નામેન્ટની વધુ વિગત માટે મનપાના રમત ગમત વિભાગના મો.નં. 7405821815 ઉપર સંપર્ક કરવા અધિકારી જણાવ્યુ છે.
