મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબીમાં એક સપ્તાહમાં ગંદકી, લઘુશંકા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા કુલ 133 જેટલા આસામીઓ દંડાયા
SHARE







મોરબીમાં એક સપ્તાહમાં ગંદકી, લઘુશંકા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા કુલ 133 જેટલા આસામીઓ દંડાયા
મોરબીમાં જાહેરમાં ગંદકી કરનારા, લઘુશંકા કરનારા, કચરો સળગાવનાર અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા કુલ મળીને 133 જેટલા આસામીઓને મનપાની ટિમ દ્વારા દંડ કરવામાં આવેલ છે અને ચોમાસાને ધ્યાને રાખીને હાલમાં વરસાદી પાણીના નિકાલ માટેના નાલા સાફ કરવાનું કામ હાલમાં મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મોરબી મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામી સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા કુલ 86 આસામી પાસેથી 30,150 નો દંડ, ગંદકી કરનારા 43 લોકો પાસેથી 9,100 નો દંડ, જાહેરમાં કચરો સળગાવતા 2 આસામી પાસેથી 4,000 નો દંડ અને જાહેરમાં લઘુશંકા કરનારા 2 વ્યક્તિ પાસેથી 300 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવેલ છે. અને મોરબી મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે ઝોન નં. ૪ની વિઝીટ કરવા ગયેલ હતા ત્યારે સફાઈ કર્મચારીની હાજરી, ડોર ડોર ટુ ડોર કચરા કલેક્શન તથા વિવિધ જીવીપીનું નિરીક્ષણ કર્યું હતું અને આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા એક આસામીને લાલ નોટીસ આપવામાં આવી હતી અને રામકૃષ્ણનગરમાં જાહેરમાં પશુ રાખવા માટેના શેડનું ડીમોલેશન કરીને જમીન ખુલ્લી કરાવી હતી તેમજ જાહેરમાં પાણી ઢોળવા બદલ એક આસામીને 200 રૂપિયાનો દંડ કર્યો હતો. અને કમિશનરે લાલપર પાસે આવેલ ડમ્પસાઈટની પણ વિઝીટ કરી હતી. અને તેની સાથોસાથ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સબ જેલ, રબારી વાસ, આસ્વાદ પાન, કપિલા હનુમાન, કન્યા છાત્રાલય, ક્રિષ્ના સ્કુલ પાસે વરસાદી પાણીના નિકાલ માટેના નાલાની સફાઈ કરવાં આવી હતી તેવી માહિતી મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલ છે.
