વાંકાનેરના ઢુવા પાસે ડીવાઈડરના થાંભલા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ફરી એક વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર(સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવેલ હતું અને આ કેમ્પનો ૭૨ વ્યક્તિઓએ લાભ લીધેલ હતો અને આ કેમ્પ મહારાજા શ્રી લખધીરજી એન્ડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાનામાં રાખવામાં આવેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ બંસી શેઠ, સેક્રેટરી રસિદા લાકડાવાલા તેમજ સભ્યો અશોકભાઈ મહેતા, સિદ્ધાર્થભાઈ જોશી, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, અબ્બાસભાઈ લાકડાવાલા, હરીશભાઇ શેઠ, પ્રકાશભાઈ દોશી, સંજયભાઈ ગોસ્વામી, અજીતભાઇ શેઠ સહિતનાએ જહેમત ઉઠાવી હતી