મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં સરસ્વતી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ


SHARE











મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં સરસ્વતી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી અનેકવિધ અવનવી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે નવા શૈક્ષણિક વર્ષથી શાળામાં પ્રાર્થના હોલ કમ મધ્યાહ્નન ભોજન માટેનું ભોજનાલય આવેલ છે,એમાં સુંદર મજાના મંદિરનું નિર્માણ કરી સુંદર મજાની સરસ્વતીજીની ત્રણ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરી, શાસ્ત્રી કેતન જોષી દ્વારા વૈદિક વિધિથી શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરીને શાળા એટલે સરસ્વતીનું મંદિર આ સરસ્વતીના મંદિરમાં સરસ્વતીજીનું મૂર્તિનું સ્થાપન કરી હમારા વિદ્યાલય હમારા તીર્થ ની સંકલ્પના સાકારીત કરવામાં આવી છે, મંદિરમાં બાલ વાટીકાથી ધો 8 ની  બાળાઓની ઉપસ્થિતમાં સરસ્વતીજીની આરતી ઉતારવામાં આવી,પ્રાણ પ્રતિષ્ઠા સંપન થયા બાદ બાળાઓને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ મંદિર નિર્માણમાં શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાની દિકરી ડો.હિતાર્થીબેન દિપકુમાર ત્રાંબડીયાને ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે સમ હોસ્પિટલમાં સર્વિસ મળતા પ્રથમ પગારમાંથી આર્થિક યોગદાન પૂરું પાડ્યું છે,આ મંદિર નિર્માણ કરવામાં મૂર્તિ લઈ આવવી મૂર્તિને વિધિવત રીતે પ્રસ્થાપિત કરવામાં શાળા મધ્યાહ્નન ભોજન સંચાલક હર્ષદભાઈ ઉંટવાડિયાએ ખુબજ જહેમત ઉઠાવેલ છે.






Latest News