મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે એક અનોખી પહેલ મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી ફાધર્સ-ડે ઉજવાયો  પાસ-2: ગુજરાતની સરકારી શાળાઓમાં માળખાકીય-ભૌતિક સુવિધાઓની માંગ સાથે લડતના મોરબીથી મંડાણ, નવી ટીમ જાહેર કરાઇ વાંકાનેરના બાયપાસ રોડ ઉપર પુલના ગડર અને સ્લેબ માટે ઊભું કરેલ સુપર સ્ટ્રક્ચર પવનના કારણે ધરાશયી મોરબીના ઊંચી માંડલ પાસેથી યુવતી ગુમ માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત મોરબીની પીપળીયા ચોકડીએથી શાકના કેરેટોની આડમાં ઢોરને કતલના ઇરાદે લઈ જવાતા ગૌરક્ષકોએ બચાવ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં રહેતી પત્ની અન્ય પુરુષ સાથે ફોનમાં વાત કરતી હોય બોલાચાલી થતાં લાગી આવતા યુવાને આયખુ ટુકાવ્યું


SHARE

















મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં રહેતી પત્ની અન્ય પુરુષ સાથે ફોનમાં વાત કરતી હોય બોલાચાલી થતાં લાગી આવતા યુવાને કર્યો આપઘાત

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની અન્ય પુરુષ સાથે ફોન ઉપર વાત કરતી હતી જેથી તે બાબતે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો જે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે લેબર કવાર્ટરમાં પંખા સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ આઈબીઆઈએસ સિરામિકની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગોપાલભાઈ સન્નુભાઈ મુંડા (25) નામના યુવાને લેબર કવાર્ટરની અંદર પંખા સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના મામા ગોપાલભાઈ દાહરૂકભાઇ તીરકી (27) રહે. હાલ માટેલ રોડ જોન્સન સીરામીકની લેબર કોલોનીમાં તાલુકો વાંકાનેર મૂળ રહે ઓડિસા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનની પત્ની મોનાલીસા અન્ય પુરુષ સાથે ફોન ઉપર વાત કરતી હતી જે બાબતે અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો અને તે બાબતે મૃતક યુવાનને મનોમન લાગી આવતા તેને પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈકની ચોરી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકર હોલની પાસે રહેતા સાગરભાઇ દેવરાજભાઈ ચાવડા (36) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મોરબીના પાડા પુલ નીચેના ભાગમાં સ્વામી નારાયણ મંદિર તરફ જવાના રસ્તા ઉપર તેને પોતાનું બાઈક નંબર જીજે 36 ડી 1026 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના બેલા ગામ નજીક આવેલ રેન્જ સીરામીક પાસે વરલી જુગારના આંકડાની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં વરલીના આંકડા લેતા ફારુકભાઈ મહેબુબભાઇ કુરેશી (41) રહે. સિયારામ સીરામીક પાછળ મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 500 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે ટંકારામાં ઉગમણા નાકા પાસે સ્મશાન નજીક વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં વરલીના આંકડા લેતા નવઘણભાઈ દાદુભાઇ ચૌહાણ (22) રહે. કલ્યાણપર રોડ આઈસાબા સોસાયટી ટંકારા વાળો મળી આવતા પોલીસે 300 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News