મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી હળવદમાં વડીલોપાર્જિત જમીન બાબતે આધેડ અને તેના પત્નીને કૌટુંબિક ભાઈઓએ આપો જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં ડબલ સવારી બાઇકને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દહીસરા ગામ નજીક ઓવરટેક કરતાં સમયે ડબલ સવારી બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















માળીયા (મી)ના દહીસરા ગામ નજીક ઓવરટેક કરતાં સમયે ડબલ સવારી બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા બીજા યુવાનને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જે બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને કાર ચાલકેને પકડવા માટે તજવીજ શરૂ છે

માળીયા (મી)ના વવાણીયા ગામે રહેતા મહેશ ઉર્ફે મસો બાબાભાઇ ખીંટ (36) અને રાજેશભાઈ લખમણભાઈ વિરડા (30) નામના બે યુવાનો બાઇક નંબર જીજે 3 ડીઆર 9204 ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવી રહ્યા હતા ત્યારે માળિયાના દહીસરા ગામ પાસેથી તેઓના ડબલ સવારી બાઈકને કારના ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં રાજેશભાઈ વિરડાને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માતના બનાવમાં મહેશ ઉર્ફે મસો ભરવાડને ઈજાઓ થયેલ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અકસ્માતના બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જોકે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હતો જેથી ત્યાં હાલમાં મહેશ ઉર્ફે મસો બાબાભાઇ ખીંટએ કાર નંબર જીજે 36 એજે 5883 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News