મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે એક અનોખી પહેલ


SHARE









મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે એક અનોખી પહેલ

મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અહીંની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની સહાય માટે દત્તક લેવાઈ છે.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ યુવતીઓને માસિક ધર્મ દરમિયાન જરૂરી આરોગ્ય અને સ્વચ્છતા સુવિધાઓ પ્રાપ્ત થાય એ છે, જેથી તેઓ પોતાની સ્કૂલની હાજરી યથાવત્ રાખી શકે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. આ પ્રેરણાદાયી પહેલને રાજકોટની સંસ્થા "મેંગો પિપલ" કેજે છેલ્લા સાત વર્ષથી સતત આવું કાર્યું કરી રહી છે તેની પાસેથી પ્રેરણા મળી છે. સમાજમાં સ્ત્રી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતી આવી સંસ્થાઓ આજે અસંખ્ય યુવતીઓનું જીવન બદલવા માટે કાર્યરત છે.મુસ્કાન વેલફેર સોસાયટીનો ત્રીજો વાર્ષિક પ્રોજેક્ટ છે.જે સંસ્થાની પ્રતિબદ્ધતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની માનસિકતાને પુરાવાર કરે છે.મુસ્કાન વેલફેર સોસાયટી સંકલ્પબદ્ધ છે કે આવી પહેલો દ્વારા સમાજમાં રહેલી યુવતીઓ સુધી આરોગ્ય, આત્મવિશ્વાસ અને માનવિયતા પહોંચાડી શકે જેથી તેઓ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.




Latest News