મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં શિક્ષક શરાફી મંડળીની 29 મી સાધારણ સભા સંપન્ન: સભાસદના તેજસ્વી સંતાનોને સન્માન કરાયુ


SHARE













મોરબી શહેરમાં શિક્ષક શરાફી મંડળીની 29 મી સાધારણ સભા સંપન્ન: સભાસદના તેજસ્વી સંતાનોને સન્માન કરાયુ

મોરબી શહેરમાં શિક્ષકો માટે, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી શિક્ષક શરાફી મંડળીની 29 મી સાધારણ સભા અત્રેની તાલુકા શાળા નંબર:- 1 બુનિયાદી કન્યા શાળા ખાતે કલ્પેશભાઈ મહોત મંડળીના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ મંડળી મોરબી શહેરના 355 જેટલા શિક્ષકો સભાસદ છે જેમાં શિક્ષકોને રૂપિયા પંદર લાખનું માતબર ધિરાણ આપવામાં આવે છે ઉલેખનીય છે કે, મંડળીએ આ વર્ષે 23 લાખ રૂપિયાનો નફો કર્યો હતો અને પંદર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત તથા હિસાબોને ઉપસ્થિત સભાસદો બહાલી આપી મંજુર કર્યા હતા ત્યારબાદ મંડળીના સભાસદ એવા શિક્ષકોના દિકરી દિકરાઓએ વર્ષ 2024/25 માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કર્યા હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા આ સાધારણ સભામાં  ધનજીભાઈ કુંડારિયા ડિરેકટર આરડીસી બેંક, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી, દિનેશભાઈ હુંબલ પ્રમુખ જિલ્લા પ્રા.શિ.સંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ, મુકેશભાઈ મારવણીયા મંત્રી મુખ્ય શિક્ષક સંઘ-મોરબી દેવાયતભાઈ હેરભા પ્રમુખ મોરબી શહેર પ્રા.શિ.સંઘ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News